દેશમાં દિલ્હી સહિત NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત તો મળી હતી પરંતુ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા હતા જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી.

દિલ્હી-NCRમાં સતત વરસાદ બાદ દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરીને લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે.