શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનકુમાર ર.શાહ, શાળાના આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીની બહેનો, શિક્ષક શ્રી કે.વી.પંડ્યા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યા હતા. ભાઈ બહેનનાં હેતને ઉજાગર કરતા ગીતો રજુ થયા હતા. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે બહેનોએ ભાઈઓના કરકમલોએ રક્ષા બાંધી હતી. ત્યારબાદ ભાઈઓ અને બહેનોએ એકબીજાનું મો મીઠું કરાવ્યું હતું. મંડળના પ્રમુખશ્રીએ સૌને આશીર્વચન પાઠવ્યા હતા.
