હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. શરૂઆતના દિવસે 50 કરોડથી વધુની રેકોર્ડબ્રેક કમાણી કરીને, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે એનિમલ અને પઠાણ જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.સ્ત્રી 2એ 14મી ઓગસ્ટના પ્રી-શોમાં 9.40 કરોડ અને 15 ઓગસ્ટના રોજ 55.40 કરોડનો જોરદાર બિઝનેસ કર્યો હતો. તેથી રિલીઝના પહેલા દિવસે ફિલ્મનું નેટ કલેક્શન 64.80 કરોડ થઈ ગયું છે. સ્ત્રી 2ને 15મી ઓગસ્ટની રજાનો ભરપૂર લાભ મળ્યો હતો. પરંતુ ફિલ્મની સાચી પરીક્ષા 16 ઓગસ્ટના રોજ નોન-હોલીડે પર થશે. ફિલ્મ શુક્રવારે બોક્સ ઓફિસ પર 100 કરોડના આંકડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે.
