તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીકલ સ્ટડીઝ, મોડાસામાં 78મો સ્વતંત્રતા દિવસ શ્રી પ્રભુદાસભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો.શ્રી પ્રભુદાસભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાની વિધિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટના તમામ અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હાજર રહી હતી.

કાર્યક્રમની શરૂઆત પરેડ દ્વારા કરવામાં આવી હતી, જે એનએસએસ વોલન્ટિયર્સ દ્વારા યોજાઈ. આ પછી, વિદ્યાર્થીઓ દ્વારા સંગીત, નૃત્ય અને ભાષણ જેવી વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રીયતાના ભાવથી ભરપૂર પરફોર્મન્સ આપ્યા, જેના થકી સમગ્ર મહોલમાં દેશપ્રેમની લાગણી ફેલાઈ.
સાંસ્કૃતિક કાર્યક્રમના અંતે સૌ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જયદત્તસિંહ પુવારે દૂરસંચાર માધ્યમથી તત્વ પરિવાર ના સર્વે ને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રોગ્રામના આયોજક પ્રોફ. નિર્મલસિંહ સોલંકી અને પ્રોફ. પ્રતીક વી. ચૌહાણ તેમજ વિદ્યાર્થિની ભાવસાર પ્રિયાની, પંડ્યા વૃષાલી, ચૌહાણ શ્લોકા દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું, સૌએ આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી હતી.આ રીતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી તત્વ ઇન્સ્ટિટ્યૂટમાં દેશપ્રેમ અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ.