આણંદ: ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગ જેવા કે, ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. આ દરેક રોગ એવા છે. જે ફક્ત મચ્છરના કારણે ફેલાતા હોય છે. જેનું મુખ્ય કારણ ગંદકી હોય છે. કારણ કે, પાણીમાં જ મચ્છર પોતાના ઈંડા મુકતા હોય છે અને તેમની પ્રજાતિ વિકસતી હોય છે. જેથી આજે આપણે ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીથી બચી શકાય તે માટે શું કરવું તે નિષ્ણાંત પાસેથી જાણીશું.

ડેન્ગ્યુના લક્ષણો
આ અંગે ડો રાજેશ પટેલે જણાવ્યું હતું કે,ડેન્ગ્યુ થયો તેવા દર્દીમાં અચાનક સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થવો, હાથ અને ચહેરા પર ચાકામાં પડવા તથા નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડવા જેવાં લક્ષણો અને ચિકુનગુનિયા થયો તેવા દર્દીમાં અચાનક સખત તાવ સાથે સ્નાયુ અને સાંધાનો સખત દુખાવો થવો, સાંધામાં સોજા આવવા, કોઇક વાર ઉબકા આવવા, ઉલટી આવવા, પેટનો દુખાવો થવો કે શરીર પર ચાકામાં પડવા વગેરે લક્ષણો જોવા મળે છે.

આ અંગે ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ જેવી બીમારી મચ્છરના કારણે ફેલાતી હોય છે. ડેન્ગ્યુ મચ્છરના કારણે ફેલાતી આ બીમારી છે. આ મચ્છર ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે આ સમયગાળામાં ડેન્ગ્યુના કેસ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એડિસન મચ્છર ઈંડાને ચોખા પાણીમાં મૂકતા હોય છે. જેથી કરીને જ્યારે પણ પાણી ભરાઈ જાય ત્યારે તેમાં ઈંડા મૂકીને મચ્છરની પ્રજાતિ વિકસતી હોય છે
આ તકેદારી રાખવી જરૂરી
ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થાય છે. આ પરિસ્થિતિમાં લોકોએ ખાસ કરીને ઘરની આસપાસ અને ઘરમાં પાણી ન ભરાય તે અંગેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરમાં ફ્રીજની ટ્રે, ખાલી બોટલ, ફૂલદાની પક્ષીઓના કુંડા છોડના કુડા ટેરેસ અથવા ઘરની આજુબાજુ કોઈપણ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો, તેની સાફ-સફાઈ કરવી ખૂબ જરૂરી છે. જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય અને દિવાળી ફેલાવવાની શક્યતા ઓછી રહે.