મોડાસા ખાતે બે વાર દિવ્યભાસ્કર એવોર્ડ સન્માનિત અમદાવાદ ની પ્રતિષ્ઠિત એચસીસી મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ અને મોડાસા ની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા તેમજ ડોક્ટર દિવ્યાંગ પટેલ ની વરદાન હોસ્પિટલ મોડાસા ના સહયોગથી ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંઆજે વિશ્વભરમાં પગના ઘૂંટણ તેમજ કમરના મણકાની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અત્યારે સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ તેમજ નિરસ જીવન થઈ જાય છે આવા સમયે પ્રતિષ્ઠિત હોસ્પિટલ અને નામાંકિત અનુભવી ડૉક્ટર ટીમ તેમજ સેવાકીય સંસ્થા દ્વારા કેમ્પ નું આયોજન કરી સામાન્ય ફી લઈ વ્યક્તિ તેનું ચોક્કસ નિદાન કરવામાં આવે છે
આવો ઓર્થોપેડિક કેમ્પ અમદાવાદની પ્રતિષ્ઠિત મલ્ટી સ્પેશિયાલિસ્ટ દિવ્ય ભાસ્કર એવોર્ડ સન્માનિત એચસીસી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની અનુભવી ડૉક્ટર ટીમ ડૉ સત્યવાન પટેલ મેનેજિંગ ડિરેક્ટર એચસીસી હોસ્પિટલ ડૉ નિસર્ગ શાહ સ્પાઇન સર્જન ડૉ ઉમંગ પટેલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અનુભવી ટીમ દ્વારા મોડાસા ઓર્થોપેડિક કેમ્પમાં સામાન્ય જરૂરિયાત મંદ લોકોનું ચોક્કસ નિદાન કરવામાં આવ્યું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો આ સમયે મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા પરીવાર ના વિનોદ ભાવસાર ,અમિતા સોલંકી પ્રદીપ ખંભોળજા દ્વારા કેમ્પ નું સફળ આયોજન કર્યું હતું