Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા ઓધારી યોગ ગ્રુપનો નાથાવાસ .પ્રાઇમરી સ્કૂલમાં બાળકોને યોગ સાથે જ્ઞાનનો કાર્યક્રમ...

મોડાસા ઓધારી યોગ ગ્રુપનો નાથાવાસ .પ્રાઇમરી સ્કૂલમાં બાળકોને યોગ સાથે જ્ઞાનનો કાર્યક્રમ યોજાયો ..

અરવલ્લી જિલ્લાના નાથાવાસ પ્રાથમિક સ્કૂલમાં મોડાસા ઓધારી યોગક્લાસના મિત્રોએ બાળકોને યોગ સાથે જરૂરી વાર્તાલાપ અને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો સુંદર કાર્યક્રમ કર્યો સ્કૂલનું વાતાવરણ કુલુ મનાલી જેવુ હતુ સરસ મજાના બગીચાઓથી સૌ કોઈ અભિભૂત થયા હતા. સરકાર આટલી સરસ શાળાઓ બનાવી શકે છે અને તેનું આયોજન પણ કરી શકે છે, આજુબાજુથી બાળકોને લાવવા માટે આઠ જેટલી સ્કૂલવાન મૂકીને સુવિધાઓ પૂરી પાડે છે .આ બધું પ્રત્યક્ષ જોઈને અભિભૂત થવાયું. નાથાવાસ સ્કૂલના ઉત્સાહી આચાર્ય અને સ્કૂલ ઇન્સ્પેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીના અથાગ પ્રયત્નોથી અને 15 જેટલા શિક્ષક મિત્રો દ્વારા થતી સુંદર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ જોઈ. સરસ મજાની કોમ્પ્યુટર લેબ ,સ્માર્ટ બોર્ડસ ,ભોજન રૂમ અને કોમ્યુનિટી હોલ ,તેના બાથરૂમ્સ ટોયલેટ ની સરસ વ્યવસ્થા જોઈને ખરેખર આનંદ થયો. ગામમાં બાળકો લગભગ બક્ષીપંચના છે પણ તેમની ત્વરા, જવાબો આપવાની તત્પરતા અને નિકાલસતા તથા વિનય જોઈને આનંદ થયો. યોગમાં આવતા શ્રી ચેતનભાઇ અને પીનલબેન ની આજે લગ્ન તિથિ હતી ,અને તેમના દીકરા હરિનો આજે જન્મદિવસ હતો .તેની ઉજવણી પણ, બધા શાળાના બાળકો વચ્ચે કરી અને મિઠાઈ વહેંચી. ડો. હરિલાલ પટેલે ,રાષ્ટ્ર ઘડતર માં આવતા પાત્રો ને અભિનય દ્વારા ઓળખવાની રમત રમાડી અને બધાને હાસ્ય યોગ શીખવાડ્યો. શાળાના શિક્ષકોએ આ 40 45 જણની યોગની ટીમને બટાકા પૌવા તથા ચાનો અલ્પાહાર કરાવ્યો. ચંદ્રકાંતભાઈ પંડ્યાએ બાલમંદિરના નાના ભૂલકાઓને સ્કૂલબેગ આપી સૌને ખુશ ખુશાલ કરી દીધા. યોગ મિત્રોએ નજીકના સમયમાં આ સ્કૂલમાં મેડિકલ કેમ્પ અને આહાર અને પોષણ નો વાર્તાલાપ યોજીને તિથિ ભોજન કરાવાનું પણ નક્કી કરવામાં આવ્યું. આ પ્રવાસમાં પ્રોફેસરો ,ગામના નામાંકિત વેપારીઓ, શિક્ષકો, એલઆઇસીના

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x