Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅમદાવાદ : શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટના છુપાવવા બદલ સીલ કરાઈ...

અમદાવાદ : શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટના છુપાવવા બદલ સીલ કરાઈ…

અમદાવાદમાં શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સકિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. જે બાદ શાળા દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો એ રીતની બનાવટ કરીને બહાર લઇ જવાયા હતા. જો કે શાળાના બાળકોએ જ શાળા દ્વારા ચલાવાયેલા જુઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો હતો.સૌપ્રથમ તો વાલીઓ સમક્ષ મેનેજમેન્ટ એ વાત સ્વીકારવા તૈયાર જ ન હતુ કે શાળામાં આગ લાગી હતી. જો કે બાળકોને જણાવ્યા મુજબ એક વર્ગખંડમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે મોટાપાયે બ્લાસ્ટ થયો હતો અને આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શી બાળકો પણ આ જોઈને ડરી ગયા હતા અને ચારથી પાંચ બાળકો બેભાન પણ થઈ ગયા હતા.આ સમગ્ર મામલે વાલીઓની ફરિયાદ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ બાળકો માટે શાળાનું બિલ્ડીંગ સલામત છે કે કેમ તે સુનિશ્ચિત થયા બાદ જ શાળાને ખોલવાની પરવાનગી આપવામાં આવશે. ત્યાં સુધી શાળા પાસેથી પણ એવી લેખિત બાંહેધરી લેવામાં આવશે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ સમાધાનકારી વલણ નહીં અપનાવે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x