Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસાઃ વિદ્યાર્થીએ વૃક્ષારોપણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો

માણસાઃ વિદ્યાર્થીએ વૃક્ષારોપણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો

માણસા તાલુકાના ઈટાદરા ગામે પટેલ એમ. એમ. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર પટેલે પોતાના દિકરાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. ભવ્ય રાકેશકુમાર પટેલ હાલ માણસા ખાતે ડીડી પટેલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. શુક્રવારે ભવ્યએ પોતાના 11મા જન્મદિવસે પોતાની શાળામાં જ 11 છોડ વાવીને વૃક્ષારોપણ કર્યું હતું. એટલું જ નહિ વૃક્ષોનું જતન થાય તેની પણ જવાબદારી સોંપાઈ હતી. પર્યાવરણ જાગૃતિનું પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ શાળાના શિક્ષકગણ તથા આચાર્ય દિનેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x