Monday, June 9, 2025
spot_img
HomeTop Newsદેશની 8 હાઇકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે

દેશની 8 હાઇકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે

દેશના આઠ જુદા-જુદા હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલિજિયમે કરી છે. દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, મધ્યપ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવશે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની કોલેજિયમ દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરી આપી છે.

રિપોર્ટ અનુસાર,

– દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહનને ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. જે હાલ દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ છે.

– ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવને બનાવવાનો પ્રસ્તાવ છે.

– દિલ્હી હાઈકોર્ટના જજ રાજીવ શકધરને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા

-દિલ્હી હાઈકોર્ટના જજ સુરેશ કૈતને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

-પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ ગુરમીત સિંહ સંધાવાલિયાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા અપીલ કરી છે.

-બોમ્બે હાઈકોર્ટના જજ નિતિન જામદારને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા કોલેજિયમે અપીલ કરી છે.

– જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જજ તાશી રબસ્તાનને મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરી છે.

-જજ કેઆર શ્રીરામને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x