Monday, June 9, 2025
spot_img
HomeTop Newsઈલેક્ટ્રોનિક ફાયનાન્સ તેમજ સ્વીટ ફાઉન્ડેશન દ્વારા ડોડીપાળ ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ઈલેક્ટ્રોનિક ફાયનાન્સ તેમજ સ્વીટ ફાઉન્ડેશન દ્વારા ડોડીપાળ ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ઇલેક્ટ્રોનીકા ફાયનાન્સ તેમજ સ્વીટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ની:શુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન માણસા તાલુકાના ડોડીપાળ (અનોડિયા) ગામમાં થયું. જેમાં અમદાવાદની નામાંકિત એસ.એમ.એસ. મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ,ચાંદખેડાના અલગ અલગ ડોકટરની ટીમ જેવા કે ચામડીના ડોકટર,જનરલ મેડિસિન વિભાગ, સ્ત્રી રોગના ડોકટર, કાન નાક ગળાના ડોકટર, બાળકોના ડોકટર,અને ઓર્થોપેડિક ડોકટર દ્વારા ખુબ જ સારી સેવા આપવામાં આવી હતી. 150થી પણ વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને તેમને ફ્રીમાં દવા અને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

Photo By, Dhaval Darji

આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા ઇલેક્ટ્રોનીક ફાયનાન્સના માર્કેટિંગ ઓફિસર જયભાઈ પ્રજાપતિ, સ્વીટ ફાઉન્ડેશનના જીગરભાઇ ચૌધરી  તેમજ એસ.એમ.એસ. મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલના દિનેશભાઈ ઉપાધ્યાય એ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x