માણસા માધવપાર્ક શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેવા કે નવું કાર્યાલય બનાવવું, વોર્ડની અંદર લડવા ઈચ્છુક વ્યક્તિઓના બાયોડેટા પ્રાપ્ત કરવા, વોર્ડ પ્રમુખોની નિમણૂંક, આગામી સમયમાં નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

નગરપાલિકા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા માણસા શહેરમાં સાત વોર્ડમાં સાત નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, શહેર પ્રમુખ મહિપાલસિંહ વાઘેલા, પૂર્વ શહેર પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, કોર્પોરેટરો, કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.