Monday, June 9, 2025
spot_img
HomeGujaratસરડોઈના દાતા દ્વારા દિવ્યાંગ બાળકને દત્તક લેતા અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન...

સરડોઈના દાતા દ્વારા દિવ્યાંગ બાળકને દત્તક લેતા અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરાયું

અરવલ્લીના મોડાસા ખાતે લાયન્સ કલબ સોસાયટી સંચાલિત શ્રી વા.હી.ગાધી બહેરા મૂંગા શાળામા પ્રવેશોત્સવ 2024ના રોજ સરડોઈના દાતા દ્વારા એક દિવ્યાંગ બાળકને દતક લેતા આજના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક દ્વારા સરડોઈ ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ ભામાશા ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસારનુ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ માનનીય લા.ડો.ટી.બી પટેલ તથા અતિથિ વિશેષઓ હાજર રહી ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વા.હી.ગાધી બહેરા મૂંગા શાળામા શૈક્ષણિક તેમજ રમત ગમત ક્ષેત્રે સારી પ્રસિદ્ધ મેળવનાર દરેક બાળકોને દાતા ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર તરફથી કેશબેગ આવી દિવ્યાંગ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ નાગરિક બેંકના ચેરમેન પ્રગ્નેશ ગાંધી કટલરી કરીયાણાના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કપિલ પટેલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડોક્ટર દિલીપસિંહ બિહોલા, ગોપાલ નમકીનના રમણભાઈ પટેલ અને કલ્પેશ ચૌહાણ લાયન્સ કલબ સોસાયટીના પદાધિકારીઓ મનુભાઈ પટેલ, રામભાઈ પટેલ, ડો.જીતુભાઈ પટેલ, ભાવેશ જયસ્વાલ અને કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના દિવ્યાંગ બાળકોએ સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો હતો સૌનું દિલ જીતી લીધું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x