Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી : મોડાસાની બી- કનઈ સ્કુલમાં પર્યાવરણ બચાવવા બાળકોએ કરી એક અનોખી...

અરવલ્લી : મોડાસાની બી- કનઈ સ્કુલમાં પર્યાવરણ બચાવવા બાળકોએ કરી એક અનોખી પહેલ.

આજે પર્યાવરણ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, તેમાં ખાસ કરીને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાય છે. જોકે પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ આજે દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી, બીકનઈ શાળાએ એક નવતર પર પ્રયોગ કરીને, શાળાના તમામ વિદ્યાર્થીઓને જ્યુટ બેગ ભેટ સ્વરૂપે આપી હતી.વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળે અને જ્યુટથી બનેલી બેગનો ઉપયોગ કરે. પર્યાવરણ બચાવવામાટે મોડાસા કેળવણી મંડળ સંચાલિત બીકનઈ સ્કૂલની એક વિશેષ પહેલને શૌ કોઈએ આવકારીહતી. આ સાથે અપીલ કરવામાં આવી હતી કે,પ્લાસ્ટિક છોડો અને જ્યુટ બેગ અપનાવોના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટીકનો બહિષ્કાર કરી જ્યૂટ બેગ અપનાવવાના શપથ લીધાહતા અને તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી જ્યૂટબેગ આપીને વ્હાલીઓને પણ સંદેશ મોકલ્યો છે કે,બજારમાંથી કોઈપણ ચીજવસ્તુ લાવો તો પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી જ્યૂટ બેગનો આગ્રહ રાખવો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x