કડાણા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પોણા 4 ઇંચ વરસાદ નોંધાયો છે જેમા રાત્રીના 2 વાગ્યાથી લઈ ને સવારે 6 કલાક સુધીમાં જ આ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તાલુકાના,દિવડા,કડાણા ગામ,અંધારી સહિત ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામો ડિટવાસ, ગોધર, જોગણ,પુનાવાડા બોર્ડર, સરસવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના કારણે ખેતરો પણ પાણી પાણી થઈ ચૂક્યા છે. ખેતરોમાં ગુટન સમાં પાણી ભરાયા છે જેથી તમામ નીચાણવાળા વિસ્તારના ખેતરો તળાવમાં ફેરવાયા છે. સારા વરસાદથી ખેડુતોમાં પણ ખુશી ફેલાઈ છે. જ્યારે ખેતરોમાંથી પાણી ઓસરસે એટલે ખેડૂતો ખેતી કામમાં જોડાશે.