મહીસાગર જીલ્લાના લુણાવાડા હાડોડ વરધરી રોડ ઉપર આવેલ જુનો હયાત ડુબાઉ હાડોડ બ્રીજ હાલમાં જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રીજની અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ, વડોદરા દ્વારા નવીન હાઈલેવલ મેજર બ્રીજનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ હાઈ લેવલ બ્રીજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે, જેથી જુના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે બ્રીજ બંધ કરેલ છે. ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરહીતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ નેહાકુમારી દ્વારા લુણાવાડા તાલુકામાં આવેલ જર્જરીત જુના હાડોડ બ્રીજ ઉપર અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવી છે.
