Tuesday, June 10, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી : ધનસુરાના બુટાલ ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી ગ્રામજનોમાં રોષ

અરવલ્લી : ધનસુરાના બુટાલ ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી ગ્રામજનોમાં રોષ

ધનસુરાના બુટાલમાં છેલ્લા કેટલાય દિવસોથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતાં બુટાલ સરપંચ તથા સદસ્યો દ્વારા ડેપ્યુટી એન્જિનિયર તથા જુનિયર એન્જિનિયરને ફોન કરતાં તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. યુજીવીસીએલ કર્મચારીઓના આવા વર્તનના કારણે બુટાલ ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો. જેને લઈને બુટાલના યુવાનો રૂબરૂ યુજીવીસીએલ કચેરીએ પહોંચી યુવાનો દ્વારા લેખિતમાં ઉચ્ચ અધિકારીને રજૂઆત કરાઇ હતી. બુટાલમાં વીજ પુરવઠો નિયમિત ચાલુ રાખવામાં નહીં આવે તો ગામ લોકોએ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સાથે સરપંચ તથા સદસ્યો તથા જાગૃત નાગરિકો દ્વારા ગાંધીનગર જઈ રજૂઆત કરવા ચીમકી ઉચ્ચારી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x