ગાંધીનગર
ફેમિલી કોર્ટ (એમેન્ડમેન્ટ) રુલ્સ 2023 અન્વયે ગાંધીનગર ખાતે આવેલી ફેમિલી કોર્ટ માટે કાઉન્સિલરની પસંદગી યાદી તૈયાર કરવાની થતી હોઈ ડિસ્ટ્રીક કોર્ટ ગાંધીનગરની વેબસાઈટ ઉપર કાઉન્સિલરની નિમણૂક માટેની શરતો મૂકવામાં આવેલ છે. વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ શરતો તથા લાયકાતને આધારે કાઉન્સિલર ની નિમણૂક કરવામાં આવશે. આ અંગેની અરજી સ્વીકારવાનું કાર્ય ચાલુ છે જેની છેલ્લી તા. 8 જુલાઈ- 2024 ,સાંજના 06:10 સુધી છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
કાઉન્સિલર તરીકે કામગીરી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ કાઉન્સિલરની નિમણૂક અંગેની શરતો તેમજ નિમણૂક અંગેનું અરજી ફોર્મ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરની વેબસાઈટ ઉપરથી અથવા ફેમિલી કોર્ટ ગાંધીનગર, પાંચમો માળ, એમએસ બિલ્ડીંગ, સેક્ટર -11 ,ગાંધીનગર ખાતેથી રૂબરૂ મેળવી લેવા ગાંધીનગર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજની યાદીમાં જણાવાયું છે. આ અરજી કચેરી ખાતે રૂબરૂ તથા આર.પી.એડી પોસ્ટ મારફતે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત તા. 18 જુલાઈ થી તા. 20 જુલાઈ 2024 દરમિયાન કાઉન્સિલર ની નિમણૂક અંગેના ઇન્ટરવ્યૂ યોજાશે.
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
નિમણૂંકની શરતો તથા લાયકાતને આધારે ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામેલા ઉમેદવારોની કામ ચલાઉ યાદી 16મી જુલાઈ 2024 થી જિલ્લા અદાલતની વેબસાઈટ http://gandhinagar.dcourts.gov.in પર જાહેર કરવામાં આવશે તેમ પણ યાદીમાં જણાવાયું છે.
By The Press Solution
હરણાહોડા ગામમાં તળાવમાં કેમિકલયુક્ત પાણી નાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો