હાલમાં સરકાર શ્રી દ્વારા શાળામાં પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે. સરકાર દ્વારા પ્રવેશોત્સવ માં કન્યા કેળવણીને વધારે ભાર આપવામાં આવે છે, ત્યારે શહેરની સેવાકીય સંસ્થાઓ પણ પ્રવેશોત્સવ યોજી રહ્યા છે. મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સરકારી પ્રાથમિક શાળા નં-3 માં શ્રમજીવીઓના બાળકો શિક્ષણ માટે આવતા હોય છે, આવા બાળકોને શૈક્ષણિક કીટ જેમાં સ્કૂલ બેગ – વોટર બેગ – લંચ બોક્સ – નોટ પેન્સિલ તેમજ રંગીન સચિત્ર દેશી હિસાબ આમ સમગ્ર શૈક્ષણિક કીટ તો તૈયાર કરી જરૂરિયાતમંદ બાળકોને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના સહયોગથી આપવામાં આવી.
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શિક્ષક સ્ટાફ જાયન્ટ્સ મોડાસા સહિયર ના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ મંત્રી છાયાબેન સોની અન્ય સહિયર બહેનો જાયન્ટ્સ મોડાસા ના મિત્રો જૂન ડાયરેક્ટર પ્રવીણ પરમાર હાજર રહી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ વિશે માહિતગાર કર્યા હતા.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 211 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો
અરવલ્લી : માલપુર તાલુકામાં બે યુવાનોના હાર્ટએટેક થી મોત
ઇટાદરા હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો