Thursday, June 19, 2025
spot_img
HomeGujaratઇટાદરા હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

ઇટાદરા હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

માણસા તાલુકાના ઇટાદરાની પટેલ એમ.એમ.હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.જે.વૈષ્ણવ, સી. આર.સી.હસમુખભાઈ ચૌધરી કેળવણી મંડળના મંત્રીશ્રી રમેશભાઈ પટેલ, શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી,કારોબારી સભ્યો તથા વાલીગણે હાજરી આપી હતી.

ઇટાદરા હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

ઇટાદરા હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

શાળામાં વધુ હાજરી આપનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંતોકબા બાલમંદિરનાં બાળકો,પટેલ આર.એમ.પ્રા.શાળાનાં ધોરણ -1 તેમજ હાઇસ્કૂલમાં ધોરણ-9,11 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના હસ્તે કીટ આપી પ્રવેશ અપાયો હતો.કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ, કોમ્પ્યુટર લેબ તથા સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન મહેમાનશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ દ્વારા થયું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી ધર્મેશભાઈ પ્રજાપતિએ શાળા પરિવારને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Girl in a jacket

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x