
ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ભીષણ ગરમી અને બફારાથી લોકો પરેશાન થઈ ગયા હતા અને રાજયમાં વરસાદી માહોલ જામતા ચારેકોર ઠંડક પ્રસરી છે. પૃથ્વી પર વસતા દરેક જીવને આ કાળજળ ગરમીથી રાહત મળી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ જોવા મળી રહી છે. આજે સવારથી રાતે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા વિગતો મુજબ, આજે સૌથી વધુ 6 ઈંચ વરસાર સુરત જિલ્લાના પલસાણામાં નોંધાયો છે. આ સિવાય બારડોલીમાં સાડા 5 ઈંચ, સુરત શહેરમાં સવા 5 ઈંચ, કામરેજમાં પોણા 5 ઈંચ, વાપીમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
આજે દિવસ દરમિયાન રાજ્યના 77 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ, 37 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 14 તાલુકામાં 3 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જોઈએ તો, 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ જિલ્લાના મુન્દ્રામાં સૌથી વધુ સાડા 3 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
અરવલ્લી : માલપુર તાલુકામાં બે યુવાનોના હાર્ટએટેક થી મોત