પેઅરવલ્લીના ભિલોડામાં શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં નવીન ઉમંગ અને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.શાળા પરિવારે શાળાના બાળકો સહ બેન્ડ – નગારા સાથે બેટી બચાવો, બેટી પઢાવો, શિક્ષણ સૌ નો અધિકાર તેવા હર્ષ ઉલ્લાસ ના નાદ સાથે પ્રભાત ફેરી નું આયોજન કર્યું હતું. શાળામાં નવીન ઉર્જા સાથે પ્રવેશ લીધેલા નાના ભૂલકાઓને અગ્રણી સમાજ સેવક રામસિંગભાઈ ઓડ પરીવાર ધ્વારા સ્કુલ બેગ આપી બાળકોને શાળાએ આવવા પ્રોત્સાહિત કર્યા હતા.શાળામાં આમંત્રણ ને માન આપી પધારેલ દાતા રામસિંગભાઈ, સ્વાધ્યાય પરિવારમાંથી પધારેલ ધ્યાન ભાવસાર અને વાલી ગણમાંથી પધારેલ ડિમ્પલબેન અસારી ઉપસ્થિત વાલીઓનું શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર, નીતાબેન, ભરતભાઈ તેમજ લેનાબેન સહિત શાળા પરિવારે પુષ્પગુચ્છ થી સ્નેહભર્યું સ્વાગત કર્યું હતું.મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી બાળકોને કંકુ નું કુંમ-કુંમ તિલક કરીને, મોં મીઠું કરાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો.શાળાના બાળકોએ પ્રવેશોત્સવ નિમિત્તે પોતાનું વક્તવ્ય આપી પોતાનામાં રહેલી વક્તા શૈલીનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

હેમલત્તાબેનએ કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું, કાર્યક્રમના અંતે આભાર વિધિ લીલાબેન એ કરીને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.