આજોલ પ્રાથમિક શાળા નં.1માં રૂ.1 કરોડ 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર 11 ઓરડાઓનું ધારાસભ્ય જે એસ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. તમામ સુવિધાઓથી સજ્જ વર્ગખંડોનું નિર્માણ કરાશે. ધારાસભ્ય સહિત મહાનુભાવોએ વર્ગખંડની મુલાકાત લીધી હતી. વધુમાં એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. શાળા દ્વારા 250 જેટલા વૃક્ષોની સમયસર કાળજી રાખી ઉછેર કરવામાં આવ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતનનું આહવાન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ,ભાજપ નેતા કિરપાલસિંહ ચાવડા,આગેવાનો,શાળાના આચાર્ય,શાળા સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જોડાયા હતા.
