અરવલ્લી મોડાસામા ગૌષિયા શાળાના હોલમાં ગૌષિયા કિડ્સ , ગૌષિયા બાલવાટિકા તેમજ ધોરણ –1 માં કુલ (83) વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. પ્રવેશોત્સવ ના અધ્યક્ષ જનાબ હાજી ઇભ્રાહીમ ભાઈ ભૂરા (ડિરેક્ટર સર્વોદય બેન્ક )તમામ પ્રવેશ લેનાર નાના ભૂલકાઓને શુભ શિક્ષણ માટે પ્રવેશ કરાવ્યો. તેમજ આ પ્રવેશ ઉત્સવમાં સુન્ની મુસ્લિમ ઘાંચી જમાઅતના પ્રમુખ હાજી બાબુભાઈ ખાનજી સાહેબ, શાળાના પ્રમુખ અબ્દુલ રહીમ સુથાર સાહેબ શાળાના સેક્રેટરી દાદુ શકીલભાઈ,કોર કમિટીના પ્રમુખ હાજી ઇભ્રાહીમ ભાઈ,શિક્ષણ સમિતિ ના ચેરમેન સિકંદર ભાઈ કાંકરોલીયા , સામાજિક કાર્યકર હિમાંશુ ભાઈ વ્યાસ તેમજ શાળાના આચાર્ય સુથાર રસીદાબેન તેમજ તમામ કારોબારી સભ્યો કોર કમિટીના સભ્યો તેમજ નાના ભૂલકાઓ તેમના વાલી વાલેદાઓ શિક્ષક મિત્રો સૌ ની ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી ઉલ્લાસ ભેર કરવામાં આવી..
