Monday, June 9, 2025
spot_img
HomeGujaratઈડર ખાતે એફપીઓ વર્કશોપ મારફતે ખેડૂત માર્ગદર્શન તાલીમ યોજાઇ

ઈડર ખાતે એફપીઓ વર્કશોપ મારફતે ખેડૂત માર્ગદર્શન તાલીમ યોજાઇ

ઇડર ખાતે યોજાયેલ એફપીઓ વર્કશોપ મારફતે ગ્રામકક્ષાએ કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભાસદો અને કારોબારી સમિતિના અધિકારીઓને માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા થકી જોડાઈને પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતોના સશકતી કરણ માટે એફપીઓ દ્વારા ગ્રામવિકાસ અને ખેડૂતોને યોગ્ય સર્વિસ, નવીન ટેક્નોલોજીની માહિતી, ગ્રામકક્ષાએ ખેડૂત સંગઠન મજબૂત બને અને યોગ્ય નફો મળી રહે તે માટેની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામા આવી રહી છે જેમા સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા , તલોદ અને પોસીના તાલુકાના સિલેકટેડ ગામોની જરૂરિયાત અને માંગને ધ્યાનમા રાખીને એફપીઓ મારફતે ખેડૂતોની ખેતી પદ્ધતીમા બદલાવ અને આજીવિકામા વધારો કરવા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામા આવી રહ્યો છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

તાજેતરમા રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ પોતાના કાર્યક્ષેત્રના ગામોના સક્રિય એફપીઓને વર્કશોપ મારફતે સરકારી સહાય અને કાર્યયોજના માટે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવાના આશય સાથે આગામી સમયગાળામા એફપીઓ ચલાલવવા માર્ગદર્શન મળી રહે તે માટે ગૌતમ શર્મા, થિમેટિક લીડર તેમજ મુકેશ કલાલ, ડિસ્ટ્રીકટ હેડ, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ઇડર ખાતે વર્કશોપનુ આયોજન હાથ ધરવામા આવ્યુ પ્રસ્તુત વર્કશોપમા સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના ૭ એફપીઓમાથી ૫૦ થી વધુ સભાસદ અને કારોબારી સમિતિના સક્રિય આગેવાનો દ્વારા હાજરી આપવામા આવી હતી.
જેમા શરૂઆતમા શ્રીમતી મિતલબેન સુતરિયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા સંસ્થાના કાર્યવિસ્તાર, યોજનાનો મુખ્ય હેતુ અને સુચારુ જીવન જીવવવા માટે ખેડૂતનની ભાગીદારી વિશે માહિતી આપી હતી મુકેશ કલાલ દ્વારા એફપીઓ અને સરકારી જોગવાઇ વિષયક માહિતીમા એફપીઓની રચના, સભાસદનુ મહત્વ અને બિઝનેસ પ્લાન અંગે માર્ગદર્શનની સાથે સાથે એફપીઓની હાલની સ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી માટે ખેડૂતોમા યોગ્ય સમજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

ઉપરાંત ગૌતમ શર્મા દ્વારા વીડિયોગ્રાફી અને દસ્તાવેજ દ્વારા હાજર લાભાર્થીઓને ટર્નઓવર અને યોગ્ય નફા દ્વારા એફપીઓને મજબૂત બનાવવા અને યોજનાઓ અંગે સરળ ભાષામા માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામા આવ્યો
વર્કશોપમા સાબરકાંઠા જિલ્લાના કુલ ૭ એફપીઓમાથી ૫૦ થી વધુ ખેડૂતો સહભાગી થઈ ખેડૂત સંગઠનના મહત્વ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ તાલીમના અંતમા પ્રશ્નોતરી સેશન રાખવામા આવ્યુ હતુ જેમા સક્રિય ખેડૂતો દ્વારા પૂછવામા આવેલ તમામ પ્રશ્નોના હાજર અધિકારીઓ દ્વારા સંતોષકારક પ્રત્યુતર આપવાનો પ્રયત્ન કર્યો હતો.

-રાજેશ ચાવડા ઇડર

Girl in a jacket

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x