Monday, June 9, 2025
spot_img
HomeGujaratઇડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

ઇડરની સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

શાળા સફર ૧# ૨૦૨૪ या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે ઇડર પ્રાંત અધિકારી મયંકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમા ઇડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિના મંત્રી દુષ્યંતભાઈ પંડ્યા , નાયબ મામલતદાર વિશાલ ભાઈ પંચાલ, મંડળમાથી વશિષ્ઠ ભાઈ પંડ્યા અને અશોકભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમા રહી જેમા વિદ્યાર્થીઓને શાળામા પ્રવેશ કરાવ્યો સમગ્ર કાર્યક્રમ આયોજન ખૂબ સરસ રીતે કરવામા આવ્યુ.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

શાળા ઇતિહાસ અને શાળામા વર્તમાનમા ચાલતી પ્રવુતિ અને વિશેષ સિદ્ધિ વિશે માહિતી આચાર્ય નીમેશભાઈ પટેલ આપી તથા મહેમાનનુ શબ્દોથી સ્વાગત સુપરવાઇઝર પિયુષભાઈ દવે કર્યું તથા કાર્યક્રમ અંતે આભારવિધિ સુપરવાઇઝર એમ. ડી. રાઠોડે કરી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન શિક્ષક અશ્વિનભાઈ રાઠોડ દ્વારા કરવામા આવ્યુ હતુ,

જેમા સીઆરસી રાકેશભાઈનુ માર્ગદર્શન પ્રાપ્ત રહ્યુ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારના મિત્રો અને ડીએલએસએસ ટીમએ ખૂબ સરસ આયોજન કર્યું હતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામા આવી હતી.

-રાજેશ ચાવડા ઇડર

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Girl in a jacket

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x