માણસા તાલુકાના બિલોદરા ગામે ઇશ્વરસિંહજી શિવાજી ચાવડા ઉત્તર માધ્યમિક હાઈસ્કૂલમાં 40 કોમ્પ્યુટરથી સજ્જ અદ્યતન કોમ્પ્યુટર લેબ, 3 પ્રિન્ટર્સ તથા 5 સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરાયું હતું. હાઈસ્કૂલમાં વિવિધ સુવિધાઓને પગલે વિદ્યાર્થીઓને પણ સુવિધાઓ મળશે. ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.


ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

અંતમાં એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં વૃક્ષ વાવી તેના જતનની જવાબદારી સોંપાઈ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ, શાળાના આચાર્ય, શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
અલુવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: આગામી પાંચ દિવસ થશે મેઘમહેર