Monday, June 9, 2025
spot_img
HomeGujaratજાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અરવલ્લીનો શપથવિધિ સમારોહ રક્ષેશ્વર મહાદેવ માલપુરમાં યોજાયો

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અરવલ્લીનો શપથવિધિ સમારોહ રક્ષેશ્વર મહાદેવ માલપુરમાં યોજાયો

જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન 1 ના જાયન્ટસ મોડાસા,માલપુર, બાયડ,ભિલોડા,ધનસુરા,મેઘરજ અને જાયન્ટસ સહિયર માલપુર અને મોડાસાની નિમાયેલ નવીન હોદ્દેદારો અને ટીમની સયુંકત શપથ વિધિ સમારોહ માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે યોજાયો હતો.સ્વદેશી અને સ્વૈચ્છિક સંસ્થા જાયન્ટસ દ્વારા શૈક્ષણિક,આરોગ્ય, સામાજિક,પર્યાવરણ ,પશુ પક્ષી સારવાર ,વ્યસનમુક્તિ,સ્વચ્છતા જાગૃતતા અને રાષ્ટ્રીય ભાવના જેવા વિવિધ સેવાકીય કાર્યો કરવાનું બીડું ઝડપીને સમાજને સમર્પિત કરેલ છે.

માલપુર ખાતે યોજાયેલ જાયન્ટસ અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન -1 ના સયુંકત શપથવિધિ સમારોહના ઉદઘાટક જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના દ્રુપદ ભાઈ જોષી અને હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહજી ઝાલા અને મુખ્ય મહેમાનોમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ,જાયન્ટસના વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ,ઝોન1 પ્રમુખ જશવંતભાઈ પટેલ,એડવાઈઝર નિલેષભાઈ જોષી અને જાયન્ટસ અરવલ્લી માલપુરના પ્રમુખ મહેશભાઇ ડી પટેલ અને મંત્રી અમરીશભાઈ પંડયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને નવીન નિમાયેલ અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના જાયન્ટસ 2024 ના નવીન હોદ્દેદારોને સપથ લેવડાવીને શિલ્ડ પહેરાવીને જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના સામાજિક કાર્યોને વેગવંતુ બનાવવા માટે જોડ્યા હતા. જાયન્ટસ અરવલ્લી જીલ્લાના માલપુરમાં પ્રમુખ મહેશભાઇ પટેલ,મોડાસામાં સાકરીયાવાળા રમેશભાઈ પ્રજાપતિ, બાયડમાં સંજયભાઈ શાહ,ધનસુરામાં આકાશભાઈ બ્રહ્મભટ્ટ,ભિલોડામાં જીતુભાઈ ત્રિવેદી,મેઘરજમાં મહેશભાઇ.કે પટેલ અને જાયન્ટસ મોડાસા સહિયરના પ્રમુખ જ્યોત્સના બેન પ્રજાપતિ ,માલપુર સહિયર પ્રમુખ રીટાબેન સુથાર તેમજ સમગ્ર ટીમને સયું�

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x