પુંધરા પ્રાથમિક શાળા નંબર.2માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ એકમાં નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો. નાના ભૂલકાઓને બેગ સહિતની વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી કાર્યપાલક ઈજનેર એન.એન. પટેલ, સી આર સી વિજયભાઈ, શિક્ષણવિદ બળવંતપુરી, પંચાયત સભ્ય દુરસિંહ રાઠોડ, પુંધરા 1,2,3 શાળાના આચાર્યો, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને વાલીગણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા કરાયું હતું.