મોડાસાની અક્ષર નર્સિંગ કોલેજમાં કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં તજજ્ઞોએ મહિલાઓને કામકાજના સ્થળે જાતીય સતામણી થાય તો પોતાની રીતે હિંમત રાખીને વિરોધ કરવા અને કાયદાકીય પગલા લેવાની હિંમત બતાવવા ભા મૂક્યો હતો. અક્ષર નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે “ વર્કપ્લેસ પર મહિલાઓની જાતીય સતામણ ( નિષેધ, રક્ષણ અને નિવારણ) વિષય પર એક દિવસીય જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કો-ઓર્ડિનેટર ભરતભાઈ પરમાર દ્વારા કોઈપણ અન્યાય સામે કેવી રીતે કાયદાકીય અને મહિલા હેલ્પલાઇનની મદદ લઇ શકાય તેની સમજ અને હિંમતભેર અન્યાય સામે લડત આપવાની શીખ જાગૃતિ સેમિનાર દ્વારા આપી હતી. મહિલા અને બાળ અધિકારી હસીના મનસુરીએ સંબોધનમાંજણાવ્યું કે,કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-અંતર્ગત દરેક કચેરીઓમાં કાર્ય સ્થળોએ આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી ખૂબ જ અનિવાર્ય ગણાવીઆવી સમિતિઓ થકી મહિલાઓ પોતાનાં કાર્ય સ્થળપર નિર્ભય બની કાર્ય કરી શકે છે. કાનૂની માર્ગદર્શક એડવોકેટ હિતેશ નિનામા અને એડવોકેટ મીનાક્ષીપટેલ દ્વારા કાયદાઓની અલગ અલગ જોગવાઈઓ તેમજ કાયદામાં સમાવિષ્ટ કલમો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી મહિલાઓને પોતાના હક્કો વિશેમાહિતગાર કર્યા હતા. દહેજ પ્રતિબંધક અધિકારીએ જણાવ્યું કે,કામકાજના સ્થળે જાતીય સતામણીથાય તો બેસી રહેવાની જગ્યાએ કાયદાકીય રીતે ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો અને પોતાની રીતેપણ હિંમત રાખીને વિરોધ કરો અને કાયદાકીય પગલાં લેવાની હિંમત બતાવો તે અંગે ભાર મૂક્યો હતો.
