- સાણોદા ગામમાં નવીન રોડનું ખાતમુહૂર્ત કરાયું
- ધારાસભ્ય બલરાજસિંહ, ગામના સરપંચ અને આગેવાનો હાજર રહ્યા
- સાણોદા ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અને સરકારનો આભાર માન્યો
દહેગામ તાલુકાના સાણોદા ગામમાં ધાગાતળાવથી દોલતપુરા જવાના રસ્તે તેમજ સાણોદાથી મામાપરા વિસ્તારને જોડતા કાચા નાળીયુ હોવાથી આવતા જતાં સ્થાનિક લોકોને મુસ્કેલીનો સામનો કરવો પડતો હતો.સાણોદા ગામના સ્થાનિક આગેવાનો અને લોકોએ ધારાસભ્ય બલરાજસિંહને આ મામલે રજૂઆત કરી હતી. આ સાણોદા ગામના લોકોની રજૂઆત દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના ધ્યાનમાં આવતા તેમણે આ કામને પ્રાધાન્ય આપ્યું હતું.


સાણોદા ગામમાં ધાગાતળાવથી દોલતપુરા જવાના રસ્તે તેમજ સાણોદાથી મામાપરા વિસ્તારને જોડતા કાચા નાળીયામાંથી પાકો માટી મેટલ ડામર રોડ રસ્તાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ સાણોદા ગામના સરપંચ અને સાણોદા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સાણોદાના ગ્રામજનો અને આગેવાનોએ ધારાસભ્ય બલરાજસિંહ અને સરકારનો આભાર માન્યો હતો.
ખેતીવાડી વિભાગની સ્માર્ટ ફોન સહિતની યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખૂલ્લુ મુકાશે