Monday, June 16, 2025
spot_img
HomeGujaratઈડરમાં OBC એકતા મંચે નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું

ઈડરમાં OBC એકતા મંચે નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું

ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં OBC એકતા મંચ દ્વારા આજે નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ OBC, SC, ST અને લઘુમતી સમાજના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને મુખ્ય પ્રવાહમાં જોડાય તેવો છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OBC એકતા મંચ આ અભિયાન માટે ઘણા સમયથી પ્રયત્નશીલ છે.
ઈડર જુમ્મા મસ્જિદના હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક, પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો અને કંપાસ સહિતની શૈક્ષણિક કીટ અપાઈ હતી. OBC એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડે જણાવ્યું કે, “આજની મોંઘવારીમાં ઘણા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણને કારણે અભ્યાસ છોડી દે છે. કોઈપણ ધર્મ કે જ્ઞાતિનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણી સૌની જવાબદારી છે, કારણ કે શિક્ષણ હશે તો સમાજ સંગઠિત થશે, કુરિવાજ અને અંધશ્રદ્ધા દૂર થશે.”
મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ વખતે કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે કુલ ૨૦ હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનું લક્ષ્ય છે. કાર્યક્રમમાં ઈડર કસ્બા જમાતના આગેવાનો ઉપરાંત અન્ય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને યાદ કરીને ખાસ દુઆ માંગવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

અહેવાલ: રાજેશ ચાવડા, હિમતનગર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x