સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની કારોબારી સભા સર્કિટ હાઉસ હિંમતનગર મુકામે તા.૧૪ જુન ૨૦૨૫ને શનિવારના રોજ યોજવામા આવી હતી અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતિ સંગીતાબેન સોની તથા સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત તેમજ અન્ય હોદ્દેદારશ્રીઓ આ સભામા ઉપસ્થિત રહ્યા હતા કારોબારી સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામા આવી હતી ત્યારબાદ અમદાવાદ મુકામે પ્લેન અકસ્માતથી મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી,

ત્યારબાદ જિલ્લા ટ્રેનીંગ ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલે કારોબારીના તમામ સભ્યોનુ સ્વાગત કર્યું હતુ સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જરે સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને સાબરકાંઠા જિલ્લામા અને અરવલ્લી જિલ્લામા વધુમા વધુ રાજ્ય પુરસ્કાર બાળકો થાય એવી સૂચનાઓ આપીને કેવી રીતે કામગીરી કરવી તેનુ માર્ગદર્શન આપ્યુ હતુ ત્યારબાદ જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત દ્વારા એજન્ડા પ્રમાણેની કાર્યવાહી કરવામા આવી હતી જેમા વર્ષ દરમિયાનના કાર્યક્રમો તેમજ બેઝિક અને એડવાન્સ તાલીમ કોર્સ શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે જુલાઈ માસમા યોજવામા આવશે તેની માહિતી આપવામા આવી હતી
૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી ૧૫ જૂનથી ૨૦ જૂન જ્યા સ્કાઉટ ગાઈડ સંઘની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં તે ગામ નગરમા જાહેર સ્થળ પર સ્કાઉટ ગાઈડ દ્વારા નાગરિકોને યોગ કરાવવામા આવશે તેની સંપૂર્ણ માહિતી આપી હતી ત્યારબાદ સ્કાઉટ ગાઈડ ના કેટલાક પ્રશ્નોનુ નિરાકરણને છણાવટ કરવામા આવી હતી અને છેલ્લે સભાના અંતે સોનલબેન ડામોર જિલ્લા રેંજર કમિશનર આભારવિધિ કરી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ કારોબારી સભ્યોએ સાથે ભોજન લીધુ હતુ
અહેવાલ – રાજેશ ચાવડા, હિંમતનગર