Sunday, June 8, 2025
spot_img
HomeGujaratસાબરકાંઠા એલસીબીએ હિંમતનગર શહેરમાથી ચોરેલ બાઇક સાથે એક ઇસમને ઝડપ્યો

સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર શહેરમાથી ચોરેલ બાઇક સાથે એક ઇસમને ઝડપ્યો

સાબરકાંઠા જીલ્લા એલસીબી ટીમના માણસો તા.૨૯/૦૫/૨૦૨૫ના સરકારી વાહનમાં વાહન ચોરીના બનાવો સંબધે હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તાર આકાશવાણી કેન્દ્ર આગળ રોડ ઉપર વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન અ.પો.કો. જ્ઞાનદિપસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે, “ એક ઇસમ હિંમતનગર શહેરમાથી ચોરી કરેલ નંબર વગરની લાલ કલરની હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઇને ખેડતસીયા તરફથી હિંમતનગર તરફ આવે છે.” જે બાતમી આધારે હિંમતનગર આકાશવાણી કેન્દ્ર આગળ રોડ ઉપર હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની લાલ કલરની હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઇને એક ઇસમ ખેડતસીયા તરફથી આવતાં તેને રોકી નામઠામ પુછતા પોતે પોતાનું નામ હર્ષલ સ/ઓ જગદીશભાઇ નરસીભાઇ પટેલ ઉ.વ.૧૯ હાલ રહે.હિંમતનગર રીવર ફ્રન્ટ કેશવદાલ બાટી તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.દિયોલી તા.ઇડર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ તેમજ તેની પાસેના મોટર સાયકલના માલિકી અંગેના આધાર પુરાવા પોતાની પાસે નહી હોવાનુ જણાતા મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા બાઇક ચોરી અંગે હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ગુન્હો નોંધાયેલ હોઈ ઈસમ પાસે થી ઝડપાયેલ બાઇક જેનો નંબર GJ-09-DN-5133 ની કિ.રૂ.૪૦,૦૦૦/- કબજે કરી પકડાયેલ ઇસમને પુછતા જણાવેલ કે આ મોટર સાયકલ આજથી આઠેક દિવસ પહેલા પોતે જે જગ્યાએ નોકરી કરે છે તે હિંમતનગર રીવરફ્રન્ટમા કેશવ દાલબાટીની પાછળથી રાત્રીના સમયે ચોરી કરેલ હોવાનુ જણાવતા આરોપીને અટક કરી હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે.ને સોંપતા એ ડીવીજન પોલીસે આગળની તપાસ હાથધરી છે.

અહેવાલ – રાજેશ ચાવડા, હિંમતનગર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x