Sunday, June 8, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઉષાબેન રાઠોડની નિમણૂક

અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઉષાબેન રાઠોડની નિમણૂક

યોગેશ શાહ, મોડાસા: અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉષાબેન રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના સુપ્રીમો ગીતાબેન દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે, જેમણે ઉષાબેનને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ નિમણૂક સાથે, ઉષાબેન રાઠોડ આવનારા સમયમાં અરવલ્લી જિલ્લા કક્ષાએ મહિલા કોંગ્રેસના સંગઠનનો વ્યાપ વધારી, પક્ષને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડીને ગુજરાતમાં મહિલા સદસ્યતા અભિયાનને વધુ વેગ આપવા અને મહિલા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યરત રહેશે.

ઉષાબેન રાઠોડની નિમણૂક બદલ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિવિધ પાંખના આગેવાનો અને કાર્યકરોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x