Sunday, June 8, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી જિલ્લા સેવા સદનમાં ધમકી ભર્યો મેઈલ મળતા સુરક્ષાના પગલા હાથ ધરાયા

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં ધમકી ભર્યો મેઈલ મળતા સુરક્ષાના પગલા હાથ ધરાયા

યોગેશ શાહ મોડાસા: અરવલ્લી જિલ્લા સેવા સદનમાં 8 critical RDX IEDs placed in Arvalli Collector office-evacuate all મેઇલ પ્રાપ્ત થયાની ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરવામાં આવી છે.

મેઇલની જાણ થતાં જ, અરવલ્લી જિલ્લા સેવા સદનના સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ (બોમ સ્કવૉડ) ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને જરૂરી ચકસણી કરવામાં આવી હતી. જેમણે સેવા સદનના પરિસરની સંપૂર્ણ તપાસ કરી. આ ઉપરાંત, સાયબર સુરક્ષા નિષ્ણાતોની ટીમે મેઇલની ઉત્પત્તિ અને તેની સત્યતા ચકાસવા માટે તપાસ શરૂ કરી છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x