અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોમાં વિવિધ કૌશલ્યો વિકસાવવાના હેતુથી ઉનાળુ વેકેશન દરમિયાન વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેલફેર પ્રવૃત્તિ અંતર્ગત બાળકોને વેકેશનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ શીખવાની તક મળશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.
મલિકે ગત વર્ષથી આ પ્રકારના આયોજનની પહેલ કરી છે. આ વર્ષે શહેરની પોલીસ લાઈનોમાં કુલ 14 સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નરે શાહીબાગ વિસ્તારની માધુપુરા, ગોમતીપુર, બાપુનગર અને અમરાઈવાડી પોલીસ લાઈનના સમર કેમ્પની મુલાકાત લીધી હતી અને પોલીસ લાઈનના બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો.
