Sunday, June 8, 2025
spot_img
HomeNewsગુજરાતમાં ભારે ગરમી વચ્ચે વરસાદનો વરતારો

ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે વરસાદનો વરતારો

ગુજરાતમાં અંગદઝાડતી ગરમીથી લોકો પરેશાન છે, ત્યારે હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 4 મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર તથા કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 5 મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વડોદરા, વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આ આગાહીથી લોકોને ગરમીમાં થોડી રાહત મળવાની આશા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x