ગુજરાત સરકારના ખેલ મહાકુંભ અંતર્ગત હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનો દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે. સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત દ્વારા આયોજિત આ ચાર દિવસીય રમતોત્સવમાં રાજ્યભરના 2200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ધારાસભ્ય વી ડી ઝાલા અને જિલ્લા કલેકટર લલિત નારાયણસિંધ સંધુ સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેલાડીઓએ માર્ચ પાષ્ટ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રેક સૂટ આપવામાં આવશે તેમજ તેમના ખાતામાં રોકડ પુરસ્કાર જમા થશે. તમામ ખેલાડીઓ માટે ભોજન અને રહેવાની સગવડ પણ ઉપલબ્ધ છે.
