Sunday, June 8, 2025
spot_img
HomeGujaratચોઇલા ગામમાં યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પહેલગામ હુમલાના શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

ચોઇલા ગામમાં યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પહેલગામ હુમલાના શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામે સવાસો જૂથ લિંબચ સમાજ દ્વારા યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 એપ્રિલ 2025ના રોજ આ ટુર્નામેન્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સનાતની હિન્દુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ટુર્નામેન્ટના આયોજકો અને ઉપસ્થિત ખેલાડીયો અને બાળકોએ સાથે મળીને કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં શહીદોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવીને તેમને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા યુવા ક્રિકેટરોએ દેશમાં થયેલી આ દુઃખદ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમે એક ગંભીર અને ભાવુક વાતાવરણ ઊભું કર્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x