Sunday, June 8, 2025
spot_img
HomeGujaratચિલોડામાંથી ઝડપાયું બોગસ વાહન ફિટનેસ સર્ટીફિકેટ કૌભાંડ

ચિલોડામાંથી ઝડપાયું બોગસ વાહન ફિટનેસ સર્ટીફિકેટ કૌભાંડ

ગાંધીનગરના ચિલોડામાં એક મોટા બોગસ વાહન ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસ.એસ. સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં આ કૌભાંડ ચાલતું હતું, જ્યાં વાહનોને સેન્ટર પર લાવ્યા વિના જ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. એક અકસ્માત બાદ આરટીઓ અધિકારીની તપાસમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા આ ફિટનેસ સેન્ટરે ૬૬૯ વાહનોને સેન્ટર પર લાવ્યા વિના જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધા હતા, જ્યારે ૧૧૨૬ વાહનોની કેમેરા સામે તપાસ કરવામાં આવી હતી. કૌભાંડીઓ જૂના વાહનોના ફોટા મોર્ફ કરીને નાણાં ઉઘરાવી સર્ટિફિકેટ આપતા હતા. આ સર્ટિફિકેટ આપેલા વાહનો અંગે સેન્ટર પાસે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી. આરટીઓએ આ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ મામલે ફરિયાદ નોંધી છે, જેમાં વાહનચાલકો પાસેથી રૂપિયા ૭.૩૬ લાખ ઉઘરાવી લીધાનું સામે આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x