Sunday, June 8, 2025
spot_img
HomeIndiaRBIએ શરૂ કરી વોટ્સએપ ચેનલ, જાણો જોડાવાની રીત

RBIએ શરૂ કરી વોટ્સએપ ચેનલ, જાણો જોડાવાની રીત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાંકીય જાણકારી સરળતાથી લોકો સુધી પહોંચાડવા વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા બેંકિંગ અપડેટ્સ અને નાણાંકીય સમાચાર મળી રહેશે. ચેનલમાં જોડાવા માટે આરબીઆઈ દ્વારા આપેલો QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ ચેનલનો હેતુ છેતરપિંડીથી બચાવવા ગ્રાહકોમાં જાગરૂકતા ફેલાવવાનો છે.

આ રીતે જોઈન કરો આરબીઆઈની વોટ્સએપ ચેનલ

⦁ આરબીઆઈની વોટ્સએપ ચેનલ જોઈન કરવા સૌથી પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ
⦁ હવે વેબસાઈટ પર આપવામાં આવેલું ક્યુઆર કોડ સ્કેન કરો
⦁ આ સિવાય આરબીઆઈ દ્વારા વિવિધ સોશિયલલ મીડિયા પર પણ ક્યુઆર કોડ્સ આપવામાં આવ્યા છે એ પણ સ્કેન કરી શકો છો
⦁ ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તમે આરબીઆઈની વોટ્સએપ ચેનલ પહોંચી જશો, જ્યાં જોઈનનું ઓપ્શન દેખાશે
⦁ એક વખત ચેનલ જોઈન કરી લેશો એટલે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી તમામ અપડેટ્સ મળી જશે
⦁ બસ ચેનલ જોઈન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે આરબીઆઈની જે ચેનલ જોઈન કરી છે તે બ્લ્યુ ટીક સાથેની વેરિફાઈડ ચેનલ હોય

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x