ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. રાહુલ ગાંધી અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં AICCના 42 અને PCCના 183 ઓબ્ઝર્વર હાજર રહેશે. કોંગ્રેસ ગુજરાતના તમામ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરશે અને આ પ્રક્રિયા પર ઓબ્ઝર્વર નજર રાખશે.
