Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને નવા નગર સેવાસદન બનાવવા માટે અપાતી સહાયમાં મોટો વધારો કર્યો છે. ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને અનુક્રમે રૂ. 6 કરોડ અને રૂ. 5 કરોડની સહાય મળશે, જ્યારે ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને અનુક્રમે રૂ. 4 કરોડ અને રૂ. 3 કરોડની સહાય મળશે.

મુખ્યમંત્રીએ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે લિફ્ટ, સોલાર સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ નવા સેવાસદનમાં ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. હયાત નગર સેવાસદનના રિપેરિંગ કે એક્સપાન્શન માટે પણ સહાય અપાશે, જે નવા સેવાસદન માટે મળવાપાત્ર રકમના 25 ટકા હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x