મુંબઈ ઈન્ડિયન્સે RCB સામે મેદાનમાં ઉતરતાની સાથે જ T20 ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મુંબઈની 288મી T20 મેચ છે, તેમણે સમરસેટ (287 મેચ)ને પાછળ છોડ્યું છે. પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈએ આ મેચમાં ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, જેનાથી ટીમ વધુ મજબૂત બની છે. RCBએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
