Sunday, June 8, 2025
spot_img
HomeIndiaવક્ફ સંશોધન બિલ લોકસભાની મંજૂરી બાદ હવે રાજ્યસભાના દ્વારે

વક્ફ સંશોધન બિલ લોકસભાની મંજૂરી બાદ હવે રાજ્યસભાના દ્વારે

ગત મોડી રાત્રે લોકસભામાં વક્ફ સંશોધન બિલ ભારે ચર્ચા વચ્ચે પસાર થયું. કેન્દ્ર સરકારે રજૂ કરેલા આ બિલનો વિપક્ષે વિરોધ કર્યો હતો, પરંતુ શાસક પક્ષના સમર્થનથી તે મંજૂર થયું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરાયેલા બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી. અંતે, બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ થવાની સંભાવના છે. રાજ્યસભાની મંજૂરી બાદ રાષ્ટ્રપતિની સહીથી તે કાયદો બનશે. રાજ્યસભામાં આજે બપોરે એક વાગ્યે આ બિલ પર ચર્ચા થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x