મોડાસામાં પ્રતિ વર્ષની જેમ શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ અને આનંદનો ગરબો મંડળ આયોજિત માતાજી જન્મોત્સવ કાર્યક્રમ ઓધારી માતાજીના પટાંગણમાં રાખવામાં આવેલ જેમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ કેક કાપીને માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવેલ “આનંદનો ગરબો” તેમજ ગરબા ત્યારબાદ મહિલા સંમેલન યોજવામાં આવેલ.

જેમાં સમાજની વિશિષ્ટ મહિલાઓને સન્માનિત કરવામાં આવેલ માતાજીની ભવ્ય શોભા યાત્રા બાલકનાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ ઓઘારી માતાજી મંદિરે પહોંચેલ જયા સમૂહ આરતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ રાત્રે યુવક મંડળ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમનુ સુદર આયોજન સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ સભર કાર્યક્રમોથી વાતાવરણ ધાર્મિક બની રહ્યું હતું.
આ માતાજીના જન્મોત્સવ તેમજ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રણાસણ રમોસ બાયડ થી તેમજ મોડાસામાથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિ રહેલ હતા.
રિપોર્ટર: વિનોદ ભાવસાર, મોડાસા