અમદાવાદના ચાંદખેડામાં આજે સવારે AMTS બસ સ્ટેન્ડ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી XUV કારે બસમાં ચઢી રહેલા મુસાફરોની વચ્ચે બસને પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. બસમાં ચઢતા કેટલાક મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે.
