Sunday, June 8, 2025
spot_img
HomeGujaratઅમદાવાદમાં ગંદકી કરનારા સામે AMCની લાલ આંખ

અમદાવાદમાં ગંદકી કરનારા સામે AMCની લાલ આંખ

અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તાજેતરમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સઘન તપાસ હાથ ધરી હતી. 26 અને 27 માર્ચના રોજ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 140 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગંદકી ફેલાવતા 77 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. વિભાગે આ એકમો પાસેથી 2.4 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે અને કુલ રૂપિયા 57 હજારનો દંડ વસૂલ કર્યો છે. AMC દ્વારા શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસોના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આવી તપાસ ચાલુ રહેશે તેમ વિભાગે જણાવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x