Sunday, June 8, 2025
spot_img
HomeInternationalમુંબઈથી દુબઈ સુધી દરિયાની અંદર ટ્રેન દોડાવવાની UAEની યોજના

મુંબઈથી દુબઈ સુધી દરિયાની અંદર ટ્રેન દોડાવવાની UAEની યોજના

દુબઈ અને મુંબઈ વચ્ચે ભવિષ્યમાં અંડરવોટર ટ્રેન દોડશે તેવી સંભાવના છે. યુએઈના નેશનલ એડવાઈઝર બ્યૂરો લિમિટેડ દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ફિઝિબિલિટી તપાસવાનું શરૂ કરાયું છે. બ્યૂરોના વડા અબ્દુલ્લા અલશેહીના જણાવ્યા અનુસાર, આ અલ્ટ્રા-હાઇ-સ્પીડ અંડરવોટર રેલ નેટવર્કથી દુબઈના ફુજૈરાહ અને ભારતના મુંબઈ શહેરને જોડવામાં આવશે, જેનાથી બંને દેશો વચ્ચેના વેપારને ઘણો વેગ મળશે. આ ઉપરાંત, ભવિષ્યમાં આ રેલવે નેટવર્ક મારફતે દુબઈથી ભારતમાં ક્રૂડ ઓઈલની નિકાસ તેમજ ભારતથી યુએઈમાં નર્મદાનું મીઠું પાણી આયાત કરવાની પણ યોજના છે. આ બે હજાર કિલોમીટર લાંબા રેલવે નેટવર્કમાં ટ્રેનની ઝડપ કલાકના 600 થી 1000 કિલોમીટર સુધીની રહેવાની સંભાવના છે. ટ્રેનમાં પેનોરમિક વ્યૂ આપતી વિશાળ બારીઓ હશે જેનાથી પ્રવાસીઓ રસ્તામાં આવતા વિવિધ સમુદ્રી જીવોને પણ નિહાળી શકશે. જોકે, આ દીર્ઘકાલીન પ્રોજેક્ટ અંગે હજુ ઘણા પાસાઓને ધ્યાનમાં લઈને વિચારણા કરવાની બાકી છે અને તેની વ્યવહારિકતા તપાસવા માટે વિગતવાર સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. આમ છતાં, આ યોજના પાર પડશે તો તે યુએઈ અને ભારત વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે તેમજ આર્થિક અને વ્યાપારી સહયોગને નવી ઊંચાઈ આપશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x